શિક્ષણક્ષેત્ર માટે બજેટ પરપોટા જેવું....
-એજ્યુકેશન લોન માટે વ્યાજમાં છૂટ, પણ ડિફેન્સ જેવી વધારાની જોગવાઈ જેવું શિક્ષણ ક્ષેત્ર માટે કેમ નહીં?:નિષ્ણાતો
-બજેટ ચીલાચાલુ અને ચૂંટણીલક્ષી હોવાનું નિષ્ણાંતોએ મત વ્યક્ત કર્યો. એજ્યુકેશન લોન લઇને અભ્યાસ કરનારાં વિદ્યાર્થીઓને વ્યાજમાં છૂટ આપી, પરંતુ અન્ય વિદ્યાર્થીઓને ફાયદો થાય તેવી સરકારે કોઇ જોગવાઇ કરી નથી,. જેથી શિક્ષણ જગત માટે આ બજેટ પાણીના પરપોટા જેવું જ સાબિત થશે. સૌપ્રથમ વિદ્યાર્થીઓને બેંકમાંથી સરળતાથી એજ્યુકેશન લોન મળી રહે તે માટે સરકારે જોગવાઇ કરવાની જરૂર હોવાનો મત નિષ્ણાંતોએ વ્યક્ત કર્યો હતો. લોન લઇને અભ્યાસ કરનારાં વિદ્યાર્થી સાથે અન્ય વિદ્યાર્થીઓને, ફાયદો થાય તે માટે શિક્ષણ ક્ષેત્રમાં વધુ બજેટ ફાળવવા, નવી રોજગારી ઊભીઇ કરવા તેમજ નવી યુનિવર્સિટી સ્થાપવા માટેની જોગવાઇ કરવાની આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું.
No comments:
Post a Comment