વડોદરામાં પ્રમોશનથી આચાર્યની ભરતી માટેના કેમ્પમાં માત્ર ૫૨ ઉમેદવારો હાજર રહ્યા...
➣ આચાર્યો મળતાં નથી : ૧૧૩ની જગ્યા સામે માત્ર પ૨ ઉમેદવાર
➣ ૧૧૩ જગ્યા ભરવા જિલ્લા કક્ષાએ યોજાયેલા કેમ્પમાં ઉમેદવારોની પાંખી હાજરીથી દ્વિધા વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આચાર્યની ખાલી જગ્યા ભરવા માટેની ઝુંબેશ રાજ્ય સરકારે હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત વડોદરા જિલ્લાની ૨પ૦ ખાલી જગ્યા પૈકી પ્રમોશનથી ભરવાની થતી ૧૧૩ જગ્યા ભરવા જિલ્લા કક્ષાએ યોજાયેલા કેમ્પમાં આચાર્ય માટેની લાયકાત ધરાવતા માત્ર પ૨ ઉમેદવારો હાજર રહેતાં સત્તાવાળાઓ દ્વિધામાં મૂકાયા છે. વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આચાર્યની ખાલી જગ્યા પૈકી જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૩૦૦ થી વધારે હોય તેવી શાળાઓને પ્રાધાન્ય આપી આચાર્યની ભરતી કરવાનું નક્કી કરાયું છે. આવી ૨પ૦ શાળાઓમાં આચાર્ય ન હોવાની વિગતો સર્વે દરમિયાન સપાટી પર આવી હતી. જેના પગલે રાજ્ય સરકારે વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી આચાર્યોની ૨પ૦ જગ્યા ભરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જે પૈકી ૧૩૭ જગ્યા પર રાજ્યના શિક્ષણ વિભાગે ગાંધીનગરથી જ સીધી ભરતીથી નિમણૂક આપી દીધી છે. જ્યારે ૧૧૩ જગ્યા જિલ્લા કક્ષાએ પ્રમોશનથી ભરવાનું નક્કી કરાયું હતું. પ્રમોશનથી આચાર્યની ૧૧૩ જગ્યા ભરવા માટે સોમવારે વડોદરા જિ.પ્રા.શિક્ષણ સમિતિના ઉપક્રમે સોમવારે છાણી ખાતે કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં આચાર્ય માટેની લાયકાત ધરાવતા માત્ર પ૨ ઉમેદવારો હાજર રહ્યા હતા. જેમની લાયકાત અંગેના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ તેમની પસંદગીનો નિર્ણય લેવાશે. જો હાજર તમામ પ૨ ઉમેદવારોની પસંદગી થઇ પણ જાય તો જિલ્લામાં હજુ ૬૧ શાળામાં આચાર્યની જગ્યા ખાલી રહે તેવો ઘાટ સર્જાયો છે. -હાજર ઉમેદવારોના મુદ્દે પણ વિસંગતતા સર્જાઇ આચાર્યની ભરતી માટેના કેમ્પમાં હાજર રહેલા પ૨ ઉમેદવારોની લાયકાતના મુદ્દે પણ વિસંગતતા ઊભી થતાં તંત્ર વિમાસણમાં મુકાયું છે. પ્રાપ્ત� માહિતી મુજબ ૧પ થી ૧૭ ઉમેદવારોએ ટ્રિપલ-સી પરીક્ષા પાસ નથી કરી તો ૧પ જેટલાં ઉમેદવારો એવાં હતાં કે તેમની પાસે પ્રમોશનમાં આવવા માટે શિક્ષક તરીકેનો પાંચ વર્ષનો અનુભવ નહોતો. આ સંજોગોમાં સત્તાવાળાઓ પાસે ટ્રિપલ-સી પરીક્ષા પાસ કરવાની બાંયધરી લઇને તેમજ સરકારના પરિપત્ર મુજબ ૪૦ મહિનાની નોકરી થઇ હોય તેવા ઉમેદવારોની આચાર્ય તરીકે પસંદગી કરવાનો વિકલ્પ રહેશે.
♥ આચાર્ય બનવા માટે શું લાયકાત જોઇએ? ♥
➣ ઉમેદવાર ગ્રેજ્યુએટ જોઇએ સી.સી.સી. ની પરીક્ષા ઉત્ર્તીણ જોઇએ.
➣ એચ.-ટાટ ની પરીક્ષા ઉત્ર્તીણ જોઇએ.
➣ શિક્ષક તરીકે પાંચ વર્ષનો અનુભવ.
No comments:
Post a Comment