➣ બેરોજગારોને અન્યાય રોકવા માંગ તા.૨૩ ફેબ્રુઆરીને રવિવારે પંચાયત તલાટી મંત્રી અને સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા એક જ દિવસે કસોટી લેવામાં આવશે જેમાં મોટા ભાગના બેરોજગારોએ આ બન્ને પરીક્ષા માટે ફોર્મ ભર્યા છે હવે એક જ દિવસે આ કસોટી હોય બે પૈકી એક જ પરીક્ષા આપી શકે અને આ રીતે અન્યાય થતો હોય ભાવનગર એનએસયુઆઇએ આજે ડીડીઓને તલાટી-મંત્રીની પરીક્ષાની તારીખ બદલવા રજૂઆત કરી હતી. સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા અમદાવાદ ખાતે એમટીએસની ભરતી માટે લેવાનારી પરીક્ષાની તારીખ તો છેક નવેમ્બર-૨૦૧૩માં નક્કી થઇ ગઇ હતી. બાદમાં તલાટી મંત્રીની પરીક્ષાની જાહેરાત થઇ છે. આ સંજોગોમાં હજારો બેરોજગાર યુવાનોને એક પરીક્ષા ગુમાવવી પડે તેવી સ્થિતિ છે જે અન્યાયકર્તા હોય આજે એનએસયુઆઇના હોદ્દેદારોને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી યુવાનોને રોજગારીની તક મળી રહે તે હેતુથી તલાટીની કસોટીની તારીખ બદલવા રજૂઆત કરી યુવાનોને રાહત આપવા માંગ કરી હતી. આવી જ રજૂઆત જિલ્લા પંચાયતના સભ્ય દિગ્વીજયસિંહ ગોહિલે પણ કરી યુવાનોને રાહત થાય એવું આયોજન ઘડવા માંગ કરી છે.
21 February 2014
રવિવારે તલાટીની પરીક્ષા સાથે સ્ટાફ સિલેકશનની પણ કસોટી ➣ તલાટી-મંત્રીની પરીક્ષાની તારીખ બદલવા એનએસયુઆઇની ડીડીઓને રજૂઆત...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment