28 February 2014

GUNOTSAV 2014 ➣ ગુણોત્સવમાં આ વખતે જિલ્લા બહારના અધિકારીઓ નહીં આવે!...


➣ રાજ્યમાં બે દિવસ ચાલનારા આ ગુણોત્સવમાં જિલ્લા બહારના કે અન્ય વિભાગના અધિકારીઓને બદલે સ્થાનિક બીઆરસી, સીઆરસી અને શિક્ષણના અધિકારીઓ જ શાળાઓની મુલાકાત લઇ બાળકો અને શાળાઓનું મૂલ્યાંકન કરશે. વર્ષ ૨૦૦૯થી શરૂ કરાયેલા ગુણોત્સવના અત્યાર સુધી ચાર તબક્કા યોજાયા છે. જેમાં ગત વર્ષે યોજાયેલ ગુણોત્સવમાં શાળાઓ દ્વારા સ્વ મૂલ્યાંકન કરાયું હતું. જે બાદ આગામી માર્ચ મહિ‌ને બાહ્ય મૂલ્યાંકન કરાશે. ૬ઠ્ઠી અને ૭મી માર્ચ દરમિયાન યોજાનારા આ મૂલ્યાંકનમાં જિલ્લાની કુલ પ્રાથમિક શાળાઓમાં પૈકી ૨૦ ટકા શાળાઓનું મૂલ્યાંકન કરાશે. જેમાં ધો.૨થીપના બાળકોનું વાંચન, ગણન અને લેખનની કસોટી લેવાશે. જ્યારે ધો.૬થી૮ના વિદ્યાર્થીઓની તમામ વિષયોને સાંકળી લેતી ૮૦ ગુણની હેતુલક્ષી પ્રકારની કસોટી લેવાશે.

➣ ગુણોત્સવમાં આ વખતે નવું શંુ?

ગત વખતના સ્વમૂલ્યાંકનને સ્થાને આ વખતે બાહ્ય મૂલ્યાંકન કરાશે

ઉચ્ચ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.૬થી૮ના વિદ્યાર્થીઓની ૮૦ ગુણની કસોટી લેવાશે. જેમાં ગુજરાતી વિષયના ૧૬, હિ‌ન્દીના ૮, અંગ્રેજીના ૧૨, ગણિતના ૧૬, સંસ્કૃતના ૪, સામાજિક વિજ્ઞાનના ૧૨ અને વિજ્ઞાન ટેકનોલોજીના ૧૨ ગુણના સવાલો પુછાશે.

➣ ગુણોત્સવમાં શું ધ્યાને લેવાશે?

વિદ્યાર્થીઓની શૈક્ષણિક ઉપલબ્ધીઓ શાળાની સહ અભ્યાસની પ્રવૃત્તિઓ સંશાધનોનો ઉપયોગ અને લોક ભાગીદારીનું મૂલ્યાંકન થશે.

No comments: